A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

રેલવે દ્વારા ગ્રાહક સુવિધા માટે ઈ-કેટરિંગ સેવાઓને વોટ્સએપ સાથે જોડી.

news

ભારતીય રેલવેએ ગ્રાહક સેવાઓને વધુ સુધારવા માટે ઈ-કેટરિંગ સેવાઓને વોટ્સપ સાથે જોડી છે. ભોજન કે નાસ્તાના ઓર્ડર આપવા માટે મુસાફરો વોટ્સપ નંબરનો ઉપયોગ કરી શકશે.
આ હેતુ માટે મુસાફરો રેલવેના બિઝનેસ વોટ્સપ નંબર 87 500 013 23 નો ઉપયોગ કરી શકે છે. શરૂઆતમાં, વોટ્સપ દ્વારા ઈ-કેટરિંગ સેવાઓના બે તબક્કાના અમલીકરણનું આયોજન છે.
પ્રથમ તબક્કામાં, ઈ કેટરિંગ ડોટ IRCTC ડોટ CO ડોટ ઈન લિંક પર સેવાઓ પસંદ કરવા માટે ઈ-ટિકિટ બુક કરાવનાર ગ્રાહકને સંદેશ મોકલશે. ગ્રાહકો એપ ડાઉનલોડ કર્યા વિના સીધા જ IRCTCની ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા સ્ટેશન પર ઉપલબ્ધ રેસ્ટોરાંમાંથી પસંદગીનું ભોજન માંગી શકશે.
બીજા તબક્કામાં, વોટ્સપ નંબર ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવશે. તેમાં પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓનું સંચાલન કરશે અને ભોજનનું બુકિંગ પણ કરશે. (AIR NEWS)

47 Days ago