A part of Indiaonline network empowering local businesses

વર્લ્ડ કપ ક્રિકેટમાં આજે ઇંગ્લેન્ડ- બાંગ્લાદેશ તથા પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે

News

વર્લ્ડ કપ ક્રિકેટમાં, આજે ધરમશાલામાં ઇંગ્લેન્ડ- બાંગ્લાદેશ તથા હૈદરાબાદમાં પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ન્યુઝીલેન્ડે ગઇકાલે હૈદરાબાદમાં ICC મેન્સ વર્લ્ડ કપની લીગ મેચમાં નેધરલેન્ડસને 99 રનથી હરાવ્યું છે. 323 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા નેધરલેન્ડસની ટીમ 46.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અગાઉ, બેટિંગ કરવા માટે ઉતરેલ ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 322 રન બનાવ્યા હતા.
દરમિયાન, ગઈ કાલે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. (AIR NEWS)

142 Days ago