શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇકાલે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ અંગે ચિંતન બેઠક યોજી હતી.
કોરોનાના કારણે લોકોની જીવનશૈલી અને જીવન પધ્ધતિ જયારે બદલાઈ રહી છે ત્યારે તેનું સંશોધન કરી શિક્ષણ સંસ્થાઓને અભ્યાસક્રમમાં સુધારા કરવા પર શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા એ એ ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં યુનિવર્સિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે ત્યારે આ નવા પડકારને ઝીલવા માટે યુનિવર્સિટીઓ શું કરી શકે તેનું ચિંતન કરવામાં આવે.
શ્રી ચુડાસમાએ એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકે એ સમજવું પડશે કે વેન્ટીલેટર કરતા માસ્ક પહેરવું સારુ. આ સૂત્રને જો સમજવામાં આવે તો પણ કોરોનારૂપી મહામારીનો સામનો કરવામાં આપણને સફળતા મળશે. (AIR NEWS)