A part of Indiaonline network empowering local businesses

વિદેશમંત્રીએ અમેરિકાના સચિવ એન્ટની બ્લિંકન સાથે દ્વિપક્ષીય બેઠક કરી

News

વિદેશમંત્રી ગઈકાલે અમેરિકાના સચિવ એન્ટની બ્લિંકન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના સંસદ સભ્યો, વહીવટીતંત્ર, ઉદ્યોગપતિઓ તથા બુધ્ધિજીવીઓ સાથે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા દ્વિપક્ષીય બેઠકો કરી છે.
જયશંકરે અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ બેઠક યોજી હતી અને દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશમંત્રીએ અમેરિકાના બુધ્ધિજીવીઓ સાથે પણ મુક્ત અને ફળદાયી ચર્ચા કરી અને વિશ્વમાં થઈ રહેલાં પરિવર્તનો અને ભારતની વધી રહેલી ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.
ડો. જયશંકરે અમેરિકાના વેપાર પ્રતિનિધિ સાથે બંને દેશો વચ્ચે વિસ્તરી રહેલા આર્થિક સંબંધો અંગે વિચાર વિમર્શ કરશે.
અમેરિકા – ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારી મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિદેશમંત્રીએ બંને દેશો વચ્ચે નવી ટેકનોલોજીમાં સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શ્રૃંખલા માટે સહયોગ અંગે વાતચીત કરી હતી. (AIR NEWS)

153 Days ago