आपकी जीत में ही हमारी जीत है
Promote your Business

શીખપંથના સ્થાપક ગુરૂનાનક દેવજીની 550મી જન્મજયંતીની 'પ્રકાશપર્વ' તરીકે સમગ્ર દેશમાં ઉજવણી

News

શીખ ધર્મના સ્થાપક ગુરૂનાનક દેવજીની આજે 550મી જન્મજયંતિની અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ભવ્ય રીતે ઉજવણી કરાશે. એસ.જી. હાઇવે પર આવેલા ગુરૂદ્વારા ગોવિંદધામમાં ઉજવણી નિમિત્તે ત્રણ દિવસીય કાર્યક્રમ યોજાશે. ગોવિંદધામ ખાતે આજે ગુરૂગ્રંથ સાહેબનું પ્રકાશ સાહેબ પાઠ, તથા સંગીત કિર્તન અને લંગર યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગુરૂનાનકનો જન્મ 15મી એપ્રિલ 1469માં પાકિસ્તાનમાં થયો હતો. શીખ સમુદાયના લોકો શ્રદ્ધા અને ભક્તિ સાથે આજે ગુરૂનાનક જયંતિ ઉજવશે. દરેક ગુરૂદ્વારામાં ભજન કિર્તન કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ-બહેનોને ગુરૂ નાનક જ્યંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે.

શ્રી રૂપાણીએ તેમના સંદેશમાં બંધુતા સમરસતા અને આપસી પ્રેમના ગુરૂ નાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ જણાવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ શીખ સમાજના ભાઈબહેનોને ગુરૂનાનક જયંતિની શુભકામના પાઠવતા સૌને ગુરૂનાનક દેવજીનો ઉપદેશ આત્મસાત કરવા અનુરોધ કર્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્રના નાંદેડ ખાતેના હુઝુર સાહેબ સચખંડે ગુરૂદ્વારા જઈને શીશ ઝુંકાવી પ્રાર્થના કરશે. તેઓ ત્યાં 500 રોપાઓના વૃક્ષારોપણ અભિયાનમાં પણ જોડાશે. આ પ્રસંગે નાંદેડમાં ગુરૂનાનક દેવજીના જીવન કાર્યનો પરિચય આપતા પ્રદર્શનનું સરકારે આયોજન કર્યું છે. વિદેશમાં પણ દુબઈ ખાતેના ભારતીય હાઇ કમિશનમાં 'પ્રકાશ પર્વ' ની ઉજવણી કરવામાં આવશે. નેપાળમાં પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કાઠમંડુના ગુરૂનાનક મઠ ખાતે અખંડ પાઠ તથા શબદ કિર્તનના કાર્યક્રમો યોજાશે. (AIR NEWS)

322 Days ago

Download Our Free App

Advertise Here