સંયુક્ત આરબ અમિરાત – UAE એ ગુજરાતની કૃષિ પેદાશોની આયાત માટે તત્પરતા વ્યક્ત કરી છે. આ અંગેના સમજુતી કરાર ટૂંક સમયમાં કરાશે.
રાજ્યની મુલાકાતે આવેલા યુએઈના પ્રતિનિધિમંડળે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથેની વાતચીતમાં ચોખા, ઘઉં, મકાઈ સહિત કૃષિ ઉપજોની આયાતની તત્પરતા દર્શાવી હતી.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે ગુજરાત કૃષિક્ષેત્રે સૌથી પ્રગતીશીલ રાજ્ય હોવાનું જણાવીને કૃષિ ઉપજોની નિકાસમાં સરકાર ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થાય છે તેની વિગતો આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સાકાર કરવા ભારત, અમેરીકા, ઇઝરાયલ નું ખાસ જૂથ કાર્યરત છે. (AIR NEWS)