સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એલ એન્ડ ટી કંપનીમાં બનેલી વજ્ર હોવીત્ઝર તોપને રાષ્ટ્રને સમર્પિત કરી

News

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરત નજીક હજીરા ખાતે એલ એન્ડ ટી કંપનીના લશ્કરી સામગ્રી ઉત્પાદન કારખાનામા બનેલી એકાવનમી વજ્ર હોવીત્ઝર તોપને ગઈકાલે રાષ્ટ્રને સમર્પિત કરી છે.
આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે લશ્કરી સરંજામના ઉત્પાદનમા ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની નીતિ સફળ રહી છે તે આ તોપના ઉત્પાદન વડે સાબિત થયું છે. મેક ઇન ઈન્ડિયા ઝુંબેશ દ્વારા ભારતને લશ્કરી સામગ્રીના આયાતકારને બદલે નિકાસકાર દેશ બનાવવાનું સપનું સાકાર કરવા માટે સંરક્ષણ મંત્રી શ્રી સિંઘે ખાનગી ક્ષેત્રનો સહકાર માંગ્યો હતો. વૈશ્વિક ટેન્ડરની સ્પર્ધામા તોપ ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી જેવી કંપનીને ફાળે જાય તે ઘટનાને પણ ભારતીય કૌશલ્યના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે તેમણે બિરદાવી હતી. એલ એન્ડ ટી કંપની દ્વારા લશ્કર માટે તોપનું ઉત્પાદન કરવાનું કારખાનું સુરત નજીક હજીરામા નંખાયું છે, અગાઉ આ કારખાનામા પ્રાયોગિક ધોરણે બનેલી 10 તોપનું આકરું પરીક્ષણ જૈસલમેર અને જોધપુરમા કરાયા બાદ 100 તોપ માટે એલ એન્ડ ટી કંપની ને ઓર્ડર અપાયો હતો, જે પૈકી 51 તોપની ડિલિવરી અપાઈ છે. (AIR NEWS)

31 Days ago