A part of Indiaonline network empowering local businesses

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન DRDO એ ગઈકાલે BMD ઈન્ટર સેપટર AD-1 મીસાઈલનું સફળ પરીક્ષણ હાથ ધર્યું

news

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન DRDO એ ગઈકાલે ઓડીશાના અબ્દુલ કલામ દ્વીપના કાંઠેથી BMD ઈન્ટર સેપટર AD-1 મીસાઈલનું સફળ પરીક્ષણ હાથ ધર્યું છે.
આ પરીક્ષણ વિવિધ સ્થાનો પર સ્થિત BMD શસ્ત્ર પ્રણાલીના સંકલન સાથે હાથ ધરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, AD-1 લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મીસાઈલ છે જે બાહ્ય અને આંતર- એટસ્ફેરીક અવરોધ બંને માટે ઉપયોગી હોવા ઉપરાંત એરક્રાફ્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO સહિત સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, માત્ર અમુક દેશો પાસે જ ઉપલબ્ધ આ મીસાઈલથી BMD ની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. (AIR NEWS)

326 Days ago