સંસદના અંદાજપત્ર સત્રનો બીજો ભાગ આજથી શરૂ થયો છે. જો કે સુત્રોચ્ચાર અનેઘોંઘાટના પગલે લોકસભા અને રાજ્યસભાની બેઠક આજના દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.
દેશમાં લોકશાહી અંગે લંડનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર હંગામોથતાં બંને ગૃહોને સ્થગિત કરવામાં આવ્યા હતા.
સવારે ગૃહની બેઠક મળી ત્યારે શાસક પક્ષના સભ્યોએ શ્રી ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ મુદ્દો ઉઠાવતાં આરોપલ ગાવ્યો કે આ ગૃહના સભ્ય શ્રી ગાંધીએ તેમની ટિપ્પણીઓ દ્વારા દેશનું અપમાન કર્યું છે.
તેમણે માંગ કરી કે તેમના નિવેદનોની આ ગૃહના તમામ સભ્યો દ્વારા નિંદા થવી જોઈએ અને તેમને માફી માંગવા માટે કહેવામાં આવે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ અમેરિકા અને યુરોપને આ મામલામાં હસ્તક્ષેપ કરવા કહ્યું, જે નિંદનીય છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ જદેશમાં કટોકટી લાદી હતી. આ તબક્કે વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં આવી ગયા હતા. શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચેના સૂત્રોચ્ચાર અને વિરોધી સૂત્રોચ્ચાર વચ્ચે અધ્યક્ષઓમ બિરલાએ કહ્યું કે આખું વિશ્વ સ્વીકારે છે કે ભારતીય લોકશાહી મજબૂત છે. તેમણે વિરોધ કરી રહેલા સભ્યોને ગૃહમાં શીસ્ત જાળવવા માટે વિનંતી કરી પરંતુ પરિસ્થતિમાં સુધારો ના થતાં ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
બપોરે બે વાગ્યા બાદ લોકસભાની બેઠક મળી, ત્યારે દેખાવો અને ઘોંઘાટ ચાલુ રહેતાં ગૃહની કાર્યવાહી સમગ્ર દિવસ માટે મોકૂફરહી હતી.
શાસકપક્ષના સભ્યોએ આ મુદ્દે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા જેનો વિરોધ પક્ષદ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ, ડીએમકે, બીઆરએસ અને અન્ય પક્ષોના સભ્યો અદાણી ગ્રૂપના મામલામાં જેપીસી તપાસની માંગ કરી રહ્યા હતા. ઘોંઘાટીયા દ્રશ્યો વચ્ચે, નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે અંદાજપત્ર રજૂ કર્યું હતું.
હંગામો ચાલુ રહેતાં ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.રાજ્યસભામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. સવારે રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને ગૃહમાં ઘોંઘાટ અને સુત્રોચ્ચારનાં દ્રશ્ય જોવા મળ્યાં હતાં.
સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે ક્યારેય કોઈ સભ્યને બોલવાની મનાઈ કરી નથી. તેમણે ભારતીય લોકશાહીની પ્રશંસા કરી હતી. હોબાળો ચાલુ રહેતાં ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
બપોરે ગૃહની બેઠક મળી, ત્યારે ગૃહના નેતા પીયૂષ ગોયલે તેમના આક્ષેપને પુનરાવર્તિત કર્યો કે કોંગ્રેસના નેતાએ એવા સમયે વિદેશમાં ભારતને બદનામ કર્યું છે જ્યારે દેશનું કદ વધી રહ્યું છે અને તે હાલમાં જી 20 નું પ્રમુખપદ ધરાવે છે.
શ્રી ગોયલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓથી ભારતીય લોકતંત્ર, ન્યાયતંત્ર, લશ્કર અને અખબારોનું અપમાન થયું છે. તેમણે શ્રી ગાંધીની માફીની માંગ કરી હતી.
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શ્રી ગોયલની ટિપ્પણી સામે વાંધો ઉઠાવતાં કહ્યુંકે કોંગ્રેસના નેતા આ ગૃહના સભ્ય નથી અને જે આ ગૃહના સભ્ય નથી તેની ટીકા યોગ્ય નથી. તેમણે શ્રી ગોયલના નિવેદનને રદ કરવાની માંગ કરી હતી.
શ્રી ખડગેએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારતની સ્થિતિ જાણે છે. ભારત બંધારણ મુજબ કામ કરી રહ્યું નથી. સભ્યોએ એકબીજાવિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રાખતાં હંગામા વચ્ચે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. (AIR NEWS)