સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે પણ મોકૂફ રહી હતી. લોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા અને રાજ્યસભા સવારે મળી ત્યારે ઘોંઘાટનાં દ્રશ્યો ચાલુ રહ્યાં હતાં. હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આજે અંદાજપત્ર સત્રના બીજા તબક્કામાં સતત પાંચમાં દિવસે બંને ગૃહોની કાર્યવાહી ચાલી શકી નહોતી. (AIR NEWS)