સંસદના બજેટ સત્રનો આગામી ૩૧મી જાન્યુઆરીએ આરંભ થશે.

News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન સાથે સંસદના અંદાજપત્ર સત્રનો આગામી ૩૧મી જાન્યુઆરીથી આરંભ થશે. આ બજેટ સત્ર ત્રીજી એપ્રિલ સુધી ચાલશે.
પ્રથમ તબકકમાં ૩૧મી જાન્યુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી સુધી અને ત્યારબાદ બીજા તબકકામાં બીજી માર્ચ થી ત્રીજી એપ્રિલ સુધી બજેટ સત્ર યોજાશે.
લોકસભા તરફથી મળેલ યાદી મુજબ વિવિધ મંત્રાલયો અને વિભાગોની અનુદાનની માંગણીઓ અંગે સ્થાયી સમિતિઓ વિચારણા કરી શકે અને પોતાનો અહેવાલ રજુ કરી શકે તે હેતુથી ગૃહની બેઠક ૧૧મી ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી મુલત્વી રહેશે. (AIR NEWS)

42 Days ago