A part of Indiaonline network empowering local businesses

સમગ્ર દેશમાં આજે આશુરા-એ-મોહરમ આદર અને ગૌરવ સાથે મનાવવામાં આવી રહ્યો છે

news

સમગ્ર દેશમાં આજે આશુરા-એ-મોહરમ આદર અને ગૌરવ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પયગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતને અંકિત કરે છે, જેમણે કરબલામાં સત્ય, સચ્ચાઈ અને ન્યાયને જાળવી રાખવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ પ્રસંગે તાજીયા જુલુસ કાઢવામાં આવશે. કરબલાના શહીદોના બલિદાનને ઉજાગર કરતી મજાલીસ અથવા ધાર્મિક સભાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. (AIR NEWS)

62 Days ago