સમગ્ર રાજયમાં ભગવાન રામની જન્મજયંતિ રામનવમી અને ચૈત્રી નવરાત્રીના નોમની આજે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી થશે.
અમદાવાદમાં રામનવમી નિમિત્તે 14 સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ભાડજના હરેકૃષ્ણ મંદિર ખાતે પુષ્પોથી સશોભિત રામ દરબારનું નિર્માણ કરાશે. તેમજ ઇસ્કોન મંદિરમાં ખાસ પૂજા અર્ચના અને ભગવાન રામના જીવન ચરિત્ર પર કથા યોજાશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરીકોને રામનવમી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.
એવી જ રીતે રાજયના અંબાજી, પાવાગઢ સહિત નાનામોટા માઇ મંદિરોમાં માતાજીની ખાસ પૂજા અર્ચના, હવનના આયોજન સાથે આજે ચૈત્રી નવમીને ભક્તિભાવથી ઉજવણી કરાશે.
દરમિયાન ગઇકાલે શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત નાના મોટા માઇ મંદિરોમાં ગઇકાલે આઠમ નિમિત્તે ખાસ પૂજા અર્ચના અને હવનનું આયોજન કરાયું હતું. (AIR NEWS)