A part of Indiaonline network empowering local businesses

સમગ્ર રાજયમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

News

આજે ભગવાનશ્રી રામ જન્મસ્થળ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઇ રહ્યો છે. તેની ઉજવણી માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં તૈયારીઓ પૂર્ણ થઇ છે. છેલ્લા બે –ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજયભરમાં ધાર્મિક સંસ્થાઓ, સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનોદ્વારા રામધૂન, શોભાયાત્રા અને કથાના આયોજનો થઇ રહ્યા છે.
સમગ્ર રાજયમાં આવેલા શેરી – મહોલ્લા, સોસાયટીઓ, રાજમાર્ગો પર ઠેર ઠેર ભગવાન રામ અને ભકત હનુમાનની ધ્વજપતાકાઓ ફરકાવવામાં આવી છે. વેપાર, ધંધાર્થીઓએ પોતાની ઓફિસો, દુકાનો, કેબિનો પરરોશની કરી છે. એના લીધે રાજયમાં ફરીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આજે ઘરે ઘરે દીપ પ્રગટાવશે.કેન્દ્ર અનેરાજય સરકારની કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બેન્કો, વેપારી સંગઠનો, સરકારી અનેખાનગી શાળા – કોલેજોમાં આજે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
બીજી તરફ અનેક સંગઠનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામહોત્વને લઇને વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રાસરણ નિહાળવા અનેક સ્થળોએ આયોજનો કરવામાં આવ્યા છે. (AIR NEWS)

38 Days ago