A part of Indiaonline network empowering local businesses

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક આરબી શ્રીકુમાર બીજી જુલાઈ સુધી

News

અમદાવાદની અદાલતે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક આરબી શ્રીકુમારને બીજી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. 2002ના ગુજરાત રમખાણો કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે બંનેની ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય એક આરોપી પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ પર બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જેલમાંથી અમદાવાદ લાવવામાં આવશે સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ સર્વોચ્ચ અદાલતે 2002ના રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વ્યક્તિઓ અંગે વિશેષ તપાસ ટીમના અહેવાલને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
તિસ્તા સેતલવાડ, આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ પર પુરાવા સાથે છેડછાડ અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ષડયંત્ર રચવાનો તથા 2002ના ગુજરાત રમખાણોના કેસમાં નિર્દોષ લોકોને ફસાવવાના પ્રયાસો કરવાનો આરોપ છે. (IMPUT FROM AIR )

455 Days ago