A part of Indiaonline network empowering local businesses

સિક્કિમના મંગનમાં વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત નિપજ્યાં છે અને સેનાના 23 જવાનો ઉપરાંત 59 લોકો ગુમ થય

news

સિક્કિમના, મંગનમાં લહોનક સરોવર પર ગઈકાલે વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. પરિણામે પેકયોંગ જિલ્લામાં આવેલા સેનાના એકમોને પુરની અસર થઈ છે. સેનાના 23 જવાનો લાપતા બન્યા છે જ્યારે 59 લોકો ગુમ થયા છે અને 5 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે.. અચાનક પૂરમાં ગુમ થયેલા 23 સૈનિકો માટે ભારતીય સેના દ્વારા શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણ પાઠકે જણાવ્યું છે કે રાહત અને સંશોધન માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આશરે 500 લોકોને રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે સિંગતમમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે સિક્કિમ માટે આગામી 48 કલાક માટેરેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાતચીત કરીને સિક્કિમમાં તિસ્તા નદીમાં આવેલા પુરના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની માહિતી મેળવી હતી. અને કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહ્ય આપવાની ખાતરી આપી છે. (AIR NEWS)

147 Days ago