A part of Indiaonline network empowering local businesses

સીબીઆઈએ વિદેશી ભંડોળ ધારાના ભંગના કેસમાં 40 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી

news

સીબીઆઈના અધિકારીઓએ વિદેશી ભંડોળ ધારાના ભંગના કેસમાં બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, તેમના સહાયકો અને ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે જોડાયેલા 40 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી છે.
સીબીઆઈ દ્વારા દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસુર અને રાજસ્થાનમાં દરોડાની કાર્યવાહી ગઈકાલે કરાઈ હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બે કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શનની જાણકારી મળી છે. વિદેશી ભંડોળ મેળવવા આ અંગેના નિયમન ધારાનો ભંગ કરીને કેટલીક રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું જણાયું છે.
સીબીઆઈએ અત્યાર સુધીમાં ગૃહમંત્રાલયના અધિકારીઓ સહિત છ જણાની અટકાયત કરી છે. (AIR NEWS)

502 Days ago