ઇસરો, સૂર્યના અભ્યાસ માટે આદિત્ય-એલ-વન નામની ભારતની પહેલી અવકાશ વેધશાળાને આગામી બીજી સપ્ટેમ્બરે અવકાશમાં તરતી મુકશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અવકાશ મથકેથી બીજી સપ્ટેમ્બરે સવારે 11 વાગીને 50 મિનિટે આદિત્ય-એલ-વનને અવકાશમાં તરતી મુકાશે. ઇસરો દ્વારા અવકાશમાં તરતી મુક્યા બાદ આદિત્ય વેધશાળા આશરે ચાર માસનો પ્રવાસ કરીને પૃથ્વીથી અંદાજે 15 લાખ કિલોમીટરે આવેલી L-1 પોઇન્ટ તરીકે ઓળખાતી નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચશે.
ઇસરોના આદિત્ય મિશનનો હેતુ સૂર્યના વાતાવરણ અને પવનોનો અભ્યાસ કરવાનો છે. આ હેતુથી આદિત્ય વેધશાળામાં સાત પેલોડ ગોઠવવામાં આવશે. (AIR NEWS)