A part of Indiaonline network empowering local businesses

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી ૧૫ ફેબ્રુઆરીએ યોજાશે

News

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી ૧૫ ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ કાર્યક્રમમાં તેમજ સખી, મહિલા, શિક્ષક અને યોગ શિક્ષકના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
ગીર સોમનાથથી અમારાં પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે બેઠક યોજાઈ હતી.
કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ અને સુનિયોજીત આયોજન થાય અને કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે અંગે માર્ગદર્શિત કર્યા હતાં. (AIR NEWS)

11 Days ago