A part of Indiaonline network empowering local businesses

સ્ટાર્ટઅપ રેન્‍કિંગ-2022માં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું

News

ગુજરાત સ્ટાર્ટઅપ રેન્‍કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ગઇકાલે નેશનલ સ્ટાર્ટઅપ-ડે નિમિત્તે સ્ટાર્ટઅપ રેન્કિંગ-૨૦૨૨ના પરિણામો જાહેર કર્યા. જેમાં ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજય તરીકે એવોર્ડ એનાયત થયો છે.
નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા 16 જાન્યુઆરી 2016 એ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે.
તાજેતરમાં ૨૦૨૨ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ૩૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું. આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. (AIR NEWS)

43 Days ago