સ્ટાર્ટ અપ -ર૦ પ્રારંભિકની બેઠક આજે હૈદરાબાદમાં પુરી થઇ. પેટીએમના સંસ્થાપક વિજય શંકર શર્મા, સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રધ્ધા શર્મા તેમજ અભિનેતા અને ભારતીય સ્ટાર્ટઅપ પરિવેશમાં સક્રિય રોકાણકાર સુનીલ શેટૃી તેમજ અન્ય જાણીતી વ્યકિતઓએ આજે સંબોધન કર્યુ. તેમણે સ્ટાર્ટ અપ વિષે પોતાના અનુભવો રજુ કર્યા.
સ્ટાર્ટ અપ ટવેન્ટીના અધ્યક્ષ ડોકટર ચિંતન વૈષ્ણવે સ્ટાર્ટઅપ ટવેન્ટી એકસની શરૂઆત કરી. સ્ટાર્ટ અપ ટવેન્ટી એકસ, નેતાઓ, શિક્ષણવિદો, વિશેષજ્ઞો, મહિલાઓ, યુવાનો, કારીગરો, કલાકારો, કાર્યકર્તાઓ અને અન્યને એક સાથે લાવવા અને પોતાના અનુભવોની આપ લે કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. (AIR NEWS)