A part of Indiaonline network empowering local businesses

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી.

news


હવામાન ખાતાની આગાહી વચ્ચે, રાજ્યના ૬૭ જેટલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં નોંધાયો હતો. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના જામકંડોરણા, લાઠી, ઉના, વિસાવદર જાફરાબાદ સહિતના પંથકોમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૫૩ ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા બે કલાકમાં સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, સુરત શહેરમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, તાલાળા, વેરાવળ, સુત્રાપાડા તાલુકામાં છેલ્લા બે કલાકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, સેટેલાઈટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાના અહેવાલ છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન, વરસાદના પગલે જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે. અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયા બાદ ભાવનગરનો શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.. શેત્રુંજી ડેમ 80 ટકા ભરાતા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામને સાવચેત કરવામાં આવ્યા છે. (AIR NEWS)

73 Days ago