A part of Indiaonline network empowering local businesses

હિંદ મહાસાગર પરિષદની 7મી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે

news

હિંદ મહાસાગર પરિષદની 7મી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે. વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.
તેમની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંધે, ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેન્ની વોંગ અને સિંગાપોરના વિદેશ મંત્રી ડૉ. વિવિયન બાલકૃષ્ણન પણ સંમેલનને સંબોધશે. પરિષદની આ આવૃત્તિની વિષયવસ્તુ “સ્થિર અને ટકાઉ હિંદ મહાસાગર તરફ” છે. આ પરિષદમાં 22 થી વધુ દેશોના મંત્રીઓ અને 16 દેશોના વરિષ્ઠ અધિકારીઓ અને 6 બહુપક્ષીય સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. (AIR NEWS)

11 Days ago