ટાટા ગ્રુપે રાષ્ટ્રીય એરલાઇન્સ એરઈન્ડિયાને હસ્તગત કરવા માટેની હરાજી જીતી લીધી છે. ટાટા ઉદ્યોગ જૂથે એર ઈંડિયાને ખરીદવા 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક એન્ડ એસેટ મેનેજમેન્ટ, ડી.આઇ.પી.એ.એમ. ના સચિવ તુહીન કાંતા પાંડેએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વિજેતા બોલીમાં 15 હજાર 300 કરોડ રૂપિયાનું દેવું લેવા અને રોકડ દ્વારા બાકી ચૂકવવાનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે આ બિડ મુજબ કંપનીને એર ઇન્ડિયા અને તેની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સા ઉપરાંત, એરઇન્ડિયા એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો પણ મળશે.
શ્રી પાંડેએ જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ, નાણાંમંત્રી નિર્મળા સિતારમણ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચાર ઓકટોબરે આ અંગે (AIR NEWS)