રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આ વર્ષના પદ્મ પુરસ્કારથી મહાનુભાવોને સન્માનીત કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં વિશિષ્ઠ સેવાઓ માટે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યના જાણેતા સ્થપતિ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા. તેમના વતી તેમની પૌત્રી ખુશનુ પંથકી હુફે આ સન્માન સ્વીકાર્યો. આ ઉપરાંત રાજ્યના મહેન્દ્રપાલને વિજ્ઞાન ક્ષેત્રના યોગદાન અંતે, ભાનુભાઇ ચિતારાને કળા ક્ષેત્ર માટે અને હીરા બેન લોબીને સમાજ સેવા ક્ષેત્રના પ્રદાન બદલ પદ્મશ્રી એવાર્ડથી નવાજવામાં આવ્યા.રાષ્ટ્રપતિએ છ પ્રતિભાઓને પદ્મવિભૂષણ, નવને પદ્મભૂષણ અને 91 પ્રતિભાઓને પદ્મશ્રી જાહેર કર્યા હતા. તેમાં 19 મહિલાઓનો સમાવેશ થાય છે. (AIR NEWS)