કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોરેન્સિક સાયન્સની તપાસને ફોજદારી ન્યાય પ્રણાલી સાથે જોડાવાના મહત્વ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ગુવાહાટી કેમ્પસના વર્ચ્યુઅલ શિલાન્યાસ બાદ સમારોહને ગઈકાલે સંબોધતાં શ્રી શાહે કહ્યું કે આસામ અને પૂર્વોત્તર રાજ્યો માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે વિદ્યાર્થીઓ હવે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે ફોરેન્સિક સાયન્સ આધારિત તપાસ ન થાય ત્યાં સુધી ગુનેગારને કોર્ટમાં સજા થઈ શકે નહીં. આ માટે ફોરેન્સિક અધિકારીઓએ તમામ ગુનાઓમાં ગુનાના સ્થળની મુલાકાત લેવી જોઈએ.
તેમણે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં યુનિવર્સિટીનું કામચલાઉ કેમ્પસ શરૂ કર્યું હતું. શ્રી શાહે આસામ પોલીસ સેવા સેતુની એપ પણ શરૂ કરી હતી. તેમાં નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ઇ-એફઆઇઆર સહિત 26 પ્રકારની સેવાઓ મેળવી શકે છે. (AIR NEWS)