પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેવભૂમિ ઉત્તરાખંડ આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની આધ્યાત્મિક ચેતના માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને આપણે તેના વિકાસને ભવિષ્યની માંગ પ્રમાણે આકાર આપવો પડશે. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેહરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્તરાખંડમાં આ પ્રથમ વંદે ભારત છે અને તે આરામદાયક મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે.
આ ટ્રેન સ્વદેશી રીતે બનાવવામાં આવી છે અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ચાર ધામ ગ્રાન્ડ પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વે પૂરો થવાથી મુસાફરી સરળ બની જશે. (AIR NEWS)