A part of Indiaonline network empowering local businesses

ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ ગુરૂવારે એટલે કે 25મી મેએ જાહેર કરાશે

News


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ ગુરૂવારે એટલે કે 25મી મેએ જાહેર કરાશે. જે શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પરથી આવતીકાલે સવારે આઠ વાગ્યાથી જોઇ શકાશે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા માટે વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબરનો પણ ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સ એપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણીની ઓનલાઇન અરજીની સુચના હવે પછી જાહેર કરવામાં આવશે. તેમ બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. (AIR NEWS)

8 Days ago