A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

21 મહેસૂલી સેવાઓ ઓનલાઇન અને 19 સેવાઓ કેસલેસ સુવિધાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી.

news

મહેસૂલી સેવાઓને ઓનલાઇન મંજૂરી આપતા ગાંધીનગર સ્થિત રાજ્યકક્ષાના PSO સેન્ટરની રાજ્યના મહેસૂલમંત્રી કૌશિકભાઇ પટેલે ગઇકાલે મુલાકાત લીધી હતી, અને વિવિધ મહેસૂલી સેવાઓની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસરકારદ્વારા ૨૧ જેટલી મહેસૂલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે જેમાંથી ૧૯ જેટલી સેવાઓને ‘કેસલેશ’ બનાવવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઓનલાઇન N.A.માટે જિલ્લા કક્ષાએથી પ્રથમ વાર ખેડૂત દ્વારા કરવામાં આવતી અરજી, તેનું ક્ષેત્રફળ, તેના સંલગ્ન પુરાવા, સોગંદનામું, જમીન સામેનાઅન્ય કોઇ કેસ ચાલુ હોય તો તેની વિગત, જેવીતમામ દસ્તાવેજની ખરાઇ જેવી બાબતોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ આ સમગ્ર પ્રક્રિયાને વધુઝડપી અને સરળ બનાવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. (AIR NEWS)

1557 Days ago