એન્ફોર્સમેન્ટ વિભાગે દિલ્હીની દારૂ નીતિના કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ BRSની નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની આજે ફરીથી પૂછપરછ કરી. તેમની પર દિલ્હીની દારૂ નીતિ કૌભાંડના કેસની સાથે જોડાયેલ મની લોન્ડરિંગનો આક્ષેપ છે. કે.કવિતાએ EDની તપાસ વિરુદ્ધ ગઈકાલે સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલિક સુનાવણીની અરજી દાખલ કરી છે. સર્વોચ્ચ અદાલતે આ મહિનાની 24મી તારીખે આ અરજી પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે, પરંતુ કવિતાને પૂછપરછમાં કોઈ છૂટછાટ આપી નથી. આની પહેલા આ મહિનાની 11 તારીખે મની લોન્ડરિંગ કેસમાં EDએ કે.કવિતાની કલાકો સુધી પૂછપરછ કરી હતી. (AIR NEWS)