એનફોર્સમેન્ટ વિભાગ – ED એ મની લોન્ડરીંગ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ એક્ઝીક્યુટીવ ઓફિસર ચંદા કોચરના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.તપાસ સંસ્થાએ વીડિયોકોન જૂથને ધિરાણ આપવામાં કથિત ગેરરીતિઓ તથા મની લોન્ડરીંગ સંદર્ભેકોચર દંપત્તીની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ED એ આ વર્ષની શરૂઆતમાં કોચર દંપતી હસ્તકની કંપનીઓ સહિત 78 કરોડ રૂપિયાની અસ્કયામતો જપ્ત કરી હતી. (AIR NEWS)