ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે પુરુષોની T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. ભારતના સૂર્યકુમાર યાદવે ICC રેન્કિંગમાં સતત સુધારા સાથે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમથી આગળ નીકળી 780 પોઈન્ટ સાથે બેટિંગ ચાર્ટમાં ત્રણ નંબર પર છે.
પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાને બેટિંગ ચાર્ટમાં નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે અને ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ આવે છે. સૂર્યકુમાર રિઝવાનથી 45 પોઈન્ટ અને માર્કરામથી 12 પોઈન્ટ પાછળ છે. દરમિયાન, ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પુનરાગમન કર્યા સતત સુધારો થતાં T20 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડરની યાદીમાં ટોપ- પાંચ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. (AIR NEWS)