IPL ક્રિકેટમેચમાં ગઇકાલે કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરી કોલકતાની ટીમે રિન્કુ સિંઘના 46 અને નિતિશ રાનાના 42 રનની મદદથી 9 વિકેટે 171 રન બનાવ્યા હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતા. ટીમ વતી એડન માર્કરામે સૌથી વધુ 41 રન બનાવ્યા. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે. (AIR NEWS)