A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

NDA મોરચાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું.

News

રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો - NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુએ આજે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું છે.
સંસદભવનમાં રાજયસભાના મહાસચિવ સમક્ષ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તેમની ઉમેદવારી અંગેનો પ્રથમ સેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે રજૂ કર્યો હતો. જયારે બીજો સેટ પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા અને ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓએ રજૂ કર્યો હતો. આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહિત અગ્રણીમંત્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હી આવી પહોંચતા ગઇકાલે સુશ્રી દ્રોપદી મુર્મુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયાહ નાયડુ, ગૃહમંત્રી અમીત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા સહિત અગ્રણીઓ મળ્યા હતા.
સુશ્રી મુર્મુનું દિલ્હી હવાઈમથકે કેન્દ્રીય મંત્રીઓ જી. કિશન રેડ્ડી અને મીનાક્ષી લેખી સહિત અન્ય ઘણા ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતભરના તમામ વર્ગોએ રાષ્ટ્રપતિ પદ માટે શ્રીમતી મુર્મુની ઉમેદવાર તરીકે કરાયેલી પસંદગીને આવકારી છે.
રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા 27 જૂને ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે. (IMPUT FROM AIR )

662 Days ago