યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ નાગરીકોને તેમના આધાર કાર્ડમાં દસ્તાવેજોમાં સુધારા વિનામૂલ્યે ઓનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ઇલેકટ્રોનિકસ અને આઈ.ટી. મંત્રાલયે કહ્યું કે, આ લોકો કેન્દ્રિત પગલું છે જેનાથી લાખો નાગરિકોને ફાયદો થશે. આ મફત સેવા આગામી ત્રણ મહિના એટલે કે આ વર્ષે 14મી જૂન સુધી ઉપલબ્ધ છે. મંત્રાલયે કહ્યું કે, આ સેવા માટે MYAADHAAR પોર્ટલ પર જ મફત છે અને આધાર સેવા કેન્દ્રો પર 50 રૂપિયાની ફી લેવાનું ચાલુ રહેશે. UIDAI નાગરિકોની વસ્તી વિષયક વિગતોને પુનઃ પ્રમાણિત કરવા માટે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપલોડ કરવા પ્રોત્સાહિત કરે છે. ખાસ કરીને જો આધાર દસ વર્ષ પહેલા આપવામાં આવ્યો હોય અને કયારેય અપડેટ થયો હોય.છેલ્લા એક દાયકામાં આધાર નંબર ભારતના નાગરિકો માટે ઓળખના સાર્વત્રિક સ્વીકૃત પુરાવા તરીકે ઉભરી આવ્યો છે. કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ચલાવવામાં આવતી આશરે એક હજાર બસો સરકારી યોજનાઓમાં આધાર આધારિત ઓળખના પુરાવાનો ઉપયોગ થાય છે. (AIR NEWS)