A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

UP વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

news

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કામાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની 58 વિધાનસભામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. અત્યાર સુધી કુલ 184 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ગોવામાં 40 બેઠકોમાંથી 34 બેઠકો માટે ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે. જેમાં 11 ઉમેદવાર OBCના છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ગોવાની સાંકલી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ઉત્તરાખંડની 70 બેઠકોમાંથી 59 બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જેમાં 5 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખટીમા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉત્તરાખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક હરિદ્વારથી ચૂંટણી લડશે. ઉત્તરાખંડમાં આ વખતે ભાજપે 10 બેઠકો પર નવા ઉમેદવારોને સ્થાન આપ્યું છે. આ તરફ કોંગ્રેસે ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 41 ઉમેદવારોમાંથી 16 મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં 125 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો અંગે માહિતી આપી હતી. (AIRNEWS)

819 Days ago