A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવશે

News

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારતની આ પ્રથમ મુલાકાત વખતે તેમના પત્ની મેલાનીયા ટ્રંપ પણ ભારત આવશે. ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન શ્રી ટ્રમ્પ ગુજરાત અને દિલ્હીની મુલાકાત લેશે.

અમારા સંવાદદાતા જણાવે છે કે, ભારત અને અમેરીકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પરસ્પર વિશ્વાસ, મૂલ્યો, પરસ્પર સન્માન તથા સમજણ ઉપર આધારિત છે.

અમેરિકાના પ્રમુખની આ મુલાકાતથી બંને દેશોના આગેવાનોને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની તથા તે વધુ મજબૂત બનાવવાની તક મળશે. (AIR NEWS)

1525 Days ago