A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આગામી 48 કલાક સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત્ રહે તેવી સંભાવના

news

રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાન સરેરાશ તાપમાનની સરખામણીએ ઓછું રહેતા ઠંડીનો ચમકારો ચાલુ રહ્યો. આગામી 48 કલાક સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજુ યથાવત્ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌથી ઓછુ 4 ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા અને ગાંધીનગરમાં 8, ભુજ અને કંડલા એરપોર્ટમાં 10, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં – 11, કેશોદ, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં – 12, જ્યારે વલસાડમાં -13 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજ સમયગાળામાં વલસાડને બાદ કરતા બાકીના સ્થળોએ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સીયસથી ઓછું નોંધાયું હતું. (AIRNEWS)

849 Days ago