A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મહાશિવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી

news

દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના માટેનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આજે ઉજવાઈ રહ્યોછે. ઠેર ઠેર મહાદેવમાં ભક્તો દ્વારા દર્શન, પૂજા, આરતી સહિતના ઘણા કાર્યક્રમો યોજાયા છે. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ પીળા રંગનાંપુષ્પો, પીતાંબરનો શૃંગાર કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ દર્શન કર્યા હતા. ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ લહેરીના હસ્તે કરવામાં આવેલ હતી. ત્યાર બાદ પાલખીયાત્રા યોજાઇ હતી. મોટો સંખ્યામાં જનમેદનીએ મહાશિવરાત્રી પર્વ પર નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી છે.

સોમનાથમાં મહાશિવરાત્રી નિમિત્તે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ હોલ ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ન્યુજર્સી-અમેરીકા દ્વારા બે એવોર્ડસોમનાથ ટ્રસ્ટ અને ટ્રસ્ટી જે.ડી.પરમાર ને એનાયત કરવામાં આવેલ છે. જેમાં પ્રેરણાદાયક વ્યક્તિત્વ તરીકે ટ્રસ્ટી અને પ્રોફેસર જે ડી પરમાર ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ તેમજ વિસ્મયકારક પ્રકૃતિદત્ત સુઝ એવોર્ડ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટીશ્રી સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ લહેરી ને આપવામાં આવ્યો હતો. મહાશિવરાત્રીના પર્વની લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે આવર્ષે કોરોના વૈશ્વિક મહામારી ને પગલે કેટલાક મંદિરોમાં આ વર્ષે નિયમો બદલાયા છેતો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે. મોડાસાશહેરમાં આવેલું પૌરાણિક આ કાશી વિશ્વનાથ મંદિર ખાતે આ વર્ષે તમામ કાર્યક્રમો રદ્કરવામાં આવેલા છે. મહાશિવરાત્રીના પર્વ ને લઈને ભોળાનાથની પાલખીયાત્રા નીકળતી હોયછે જે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે રદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાંઆજે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે.

ઝાલાવાડના વિવિધ શિવાલયોમાં કોરોનાની સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે આજે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવેલ છે.ચાણક્ય શિક્ષણ સહાય ફાઉન્ડેશન દ્વારા આજે મહાશિવરાત્રિ પર્વે સામૂહિક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ છે. ધોળી ધજા ડેમ ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવના મંદિરે છેલ્લાસિત્તેર વર્ષથી યોજાતો મેળો આજે કોરોના ને કારણે બંધ રાખવામાં આવેલ છે.કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દરિયા કાંઠે શિવ સિન્ધુ મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં 50 થી વધુ દંપતીદ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. મોટી દમણ રામસેતુ દરિયા કાંઠે શિવપૂજાનો સમય આકર્ષક હતો.મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં પણ કોવિડ ગાઈડ લાઈનમુજબ શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધા ભેર શિવ ભક્તો શિવની આરાધના કરીને કરી રહ્યાછે. વહેલી સવારથીજ શિવ ભક્તો મોટી સંખ્યામાં શિવમંદિરમાં શિવલિંગના દર્શન કરવાઉમટી પડ્યા છે. ભક્તો શિવજીને જળ, દૂધ, બિલીપત્ર, કમળ પુષ્પોનાઅભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. (AIR NEWS)

1134 Days ago