આવતીકાલે રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી, આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ગઇકાલે દિવ જીલ્લાના ઘોઘલાના CHC ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વરકર તેમજ field staff & અન્ય staff હાજર રહ્યા.
આરોગ્ય વિભાગ દીવ દ્વારા આવતીકલે કુલ 28 સ્થળોએ પોલિયો બૂથ રાખવામાં આવેશે. ઉપરાંત બંને ચેક પોસ્ટ, બસસ્ટેન્ડ, નાગવા બીચ, વનાકબારા જેટ્ટી પર પણ ટ્રાંઝીટ બૂથ ગોઠવવામાં આવેશે. દીવમા આવેલ પર્યટકોના બાળકો, હોટલમાં રોકાયેલ ટૂરિસ્ટ બાળકો અને બાંધકામ સ્થળ પરના મજૂરોના બાળકો માટે એક અલગ મોબાઈલ ટિમ બનાવવામાં આવેલ છે.
હેલ્થ ઓફિસર ડો. સુલતાનના જણાવ્યા મુજબ COVID 19 pandemic ને ધ્યાનમાં રાખી સામાજિક દૂરી, માસ્ક અને હાથ ધોવા/ સેનિટાઇઝ ના સંદેશા સાથે પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવેશે અને આગામી ત્રણ થી ચાર દિવસ દરમ્યાન હેલ્થ વર્કર અને આંગણવાડી વર્કરની કુલ 37 ટિમો અને ૬ ટ્રાંઝીટ ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત લેવામાં આવશે. અને બાકી રહી ગયેલા બાળકોને ઘરે પોલિયોની રસી પીવડાવવામાં આવશે. (AIRNEWS)