A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ઈન્ડોનેશિયામાં જી20 દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસ માટેની બેઠકનો આજથી આરંભ થશે.

news

ઈન્ડોનેશિયામાં જી20 દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસ માટેની બેઠકનો આજથી આરંભ થશે. વિદેશમંત્રી એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લેશે. તેઓ બેઠકની સાથે સાથે વિશ્વના અન્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
આ બેઠકની વિષય વસ્તુ છે “સાથે મળીને શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ”
બે દિવસની આ બેઠકમાં બે સત્રો યોજાશે, જેમાં પ્રથમ સત્રમાં વૈશ્વિક સ્તરે સહકાર મજબુત બનાવવા અને બે દેશો વચ્ચેનો વિશ્વાસ વધારવા અંગે વિચારણા કરાશે જ્યારે બીજા સત્રમાં વિશ્વમાં ચિજવસ્તુઓની વધતી કિંમતો અન્ન અને ખાતરની અછત અંગે ચર્ચા કરીને આ પડકારોનો સાથે મળીને સામનો કરવા વ્યુહરચના ઘડવામાં આવશે. (AIR NEWS)

648 Days ago