A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ઈસરો દેશના નવા ઉપગ્રહ CMS-વનને PSLV-50 રોકેટની મદદથી આજે અવકાશમાં તરતો મૂકશે

news

ઈસરો દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-વનને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે ત્રણ વાગેને 41 મિનિટે અવકાશમાં તરતો મૂકશે.
આંધ્રપ્રદેશના શ્રીહરી કોટા ખાતેના અવકાશ મથકેથી આજે અવકાશમાં મોકલવામાં આવનાર CMS-વન માટેની 25 કલાકની ઉલટગણતરીનો ગઈકાલે બપોરે બે વાગેને 41 મિનિટથી આરંભ થયો હતો.
ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉલટગણતરી તથા પૂર્વ તૈયારીની કામગીરી સરળતાથી ચાલી રહી છે.
સ્વદેશી ટેકનોલોજીની મદદથી બનાવેલા PSLV 52મું ઉડ્ડયન હશે.
અમાર સંવાદદાતા જણાવે છે કે, સાત વર્ષની આવરદા ધરાવતો આ ઉપગ્રહ દેશમાં સંદેશા વ્યવહારને નવું બળ આપશે. (AIR NEWS)

1218 Days ago