A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

એશિયા કપ ક્રિકેટમાં ભારત ગ્રુપ Aની પોતાની બીજી મેચમાં આજે હોંગકોંગ સામે ટકરાશે.

News

એશિયા કપ ક્રિકેટમાં ભારત ગ્રુપ Aની પોતાની બીજી મેચમાં આજે હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ જીતવાથી સુપર-4 રાઉન્ડમાં ભારતનું સ્થાન નિશ્ચિત થઈ જશે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આકાશવાણી પરથી મેચનું હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગ્રુપ બીમાં અફઘાનિસ્તાને ગઈકાલે રાત્રે શારજાહમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. એકસો 28 રનના લક્ષ્યાંકના જવાબમાં અફઘાનિસ્તાને 18 ઓવર અને ત્રણ બોલમાં ત્રણ વિકેટના નુકસાન પર એકસો 31 રન બનાવીને મેચ જીતી લીધી હતી અને સુપર-4 રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 127 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના મુજીબુર રહેમાન અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મુજીબુર રહેમાનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. (AIR NEWS)

595 Days ago