ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ- ડીઆરઆઈએ મોબાઈલ કંપની ઓપ્પો ઈન્ડિયા દ્વારા આશરે 4 હજાર 389 કરોડ રૂપિયાની કસ્ટમ્સ ડ્યુટીની ચોરી શોધી કાઢી છે. તપાસ દરમિયાન, ડીઆરઆઈએ ઓપ્પો ઈન્ડિયાના ઓફિસ પરિસરમાં અને તેના મુખ્ય મેનેજમેન્ટ કર્મચારીઓના રહેઠાણોની તપાસ હાથ ધરી હતી. આના કારણે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગ કરવા માટે આયાત કરવામાં આવેલી વસ્તુઓના વર્ણનમાં ઈરાદાપૂર્વકની ખોટી ઘોષણા દર્શાવતા ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા છે. ડીઆરઆઈએ કંપનીના વરિષ્ઠ મેનેજમેન્ટ કર્મચારીઓ અને અન્ય લોકોની પૂછપરછ કરી હતી. આયાત સમયે કસ્ટમ્સ ઓથોરિટી સમક્ષ તેમના સ્વૈચ્છિક નિવેદનોમાં ખોટું વર્ણન રજૂ કરવાનું સ્વીકાર્યું છે.
તપાસ પૂર્ણ થયા બાદ ઓપ્પો ઈન્ડિયાને 4 હજાર 389 કરોડ રૂપિયાની કસ્ટમ્સ ડ્યુટીની માંગણી કરતી કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. (AIR NEWS)