A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-૧૯ના અસરકારક વ્યવસ્થાપન માટે અધિક સચિવો અને સંયુકત સચિવોની નિમણુંક.

news

કેન્દ્ર સરકારે કોવીડ-૧૯ ના અસરકારક વ્યવસ્થાપન માટે રાજય સરકારોને મદદ કરવા ૩૦ અધિક સચિવો અને સંયુકત સચિવોની નિમણુંક કરી છે.
આ અધિકારીઓ રાજયોના સત્તાવાળાઓ સાથે નિકટતાથી સંકલન સાધીને કામ કરશે અને કોવિડ -૧૯ નો ફેલાવો રોકવાની તૈયારી તેમજ સારવારના ઉપાયોમાં મદદરૂપ થશે. આ તમામ અધિકારીઓની આજે એક માહિતી બેઠક યોજવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને હવે ૧૩૭ થઇ છે.
આરોગ્ય મંત્રાલયે આ આંકડાને સમર્થન આપતાં જણાવ્યું છે કે તેમાં ૧૧૩ ભારતીયો અને ર૪ વિદેશી નાગરીકોનો સમાવેશ થાય છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે ગઇકાલે નવી દિલ્હીમાં પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે, કુલ દર્દીઓમાંથી ૧૪ સંપુર્ણ પણે સાજા થઇ ગયા છે.
શ્રી અગ્રવાલે વધુમાં કહયું હતું કે, ભારતીય તબીબી સંશોધન સંસ્થા –આઇસીએમઆર એ દેશની ખાનગી લેબોરેટરીઓને પણ કોવિડ-૧૯ ના નિદાન વિના મુલ્યે કરી આપવા આગ્રહ પુર્વક અપીલ કરી છે.
ગૃહ મંત્રાલયના અધિક સચિવ અનીલ મલિકે જણાવ્યું હતું કે, વિદેશ પ્રવાસ મંજુરી બ્યુરો ધ્વારા પ્રવાસ વિઝા અને વિદેશમાં સ્થાયી થવાને લગતી પુછપરછ માટે ચોવીસેય કલાકની હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.
આ માટેનો નંબર છે – ૦૧૧ ૨૪૩૦૦૬૬૬. લોકો આ માટે ‘સપોર્ટ ડોટ કોવિડ-૧૯ – બીઓઆઇ એટ જીઓવી ડોટ ઇન’ પર ઇ-મેઇલ પણ કરી શકશે. (AIR NEWS)

1490 Days ago