A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કેન્દ્ર સરકારે કોવિડના કપરા સમયમાં અર્થતંત્રને નવું બળ આપવા 6,28,993 કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહન

news

કેન્દ્ર સરકારે કોવિડના કપરા સમયમાંઅર્થતંત્રને નવું બળ આપવા6,28,993 કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહનો જાહેર કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએનાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા આર્થિક પ્રોત્સાહનોને આવકારતા જણાવ્યું હતું કે,આના લીધે આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓ વધારવામાંબળ મળશે,  

આ ક્ષેત્રે મૂડીરોકાણ વધશે, તથા બાળકો માટે નવી આરોગ્ય સુવિધાઓ વધશે.

એવી જ રીતે ખેડૂતો માટે કરાયેલી પહેલોતેમનો ઉત્પાદન ખર્ચ ઘટશે તથા આવકમાં વધારો થશે. સમગ્ર રીતે આ પ્રોત્સાહનોથી આર્થિકપ્રવૃત્તિઓ ગતિમાન બનશે, ઉત્પાદન વધશે, નિકાસને તથા રોજગારીની તકો વધારવાને નવું બળ મળશે

કેન્દ્ર સરકારે કોવિડના કપરા સમયમાંઅર્થતંત્રને નવું બળ આપવા છ લાખ, 28 હજાર 993 કરોડ રૂપિયાના આર્થિક પ્રોત્સાહનો જાહેર કર્યા છે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણેગઈકાલે દિલ્હીમાં જાહેર કરેલા આર્થિક પ્રોત્સાહનોમાં આરોગ્ય ક્ષેત્ર માટે, અલાયદા પ્રોત્સાહન સહિત આઠ આર્થિક રાહતોનો સમાવેશ થાય છે.

નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલી આપ્રોત્સાહનોમાં આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડરૂપિયા સહિત કુલ એક લાખ 10 હજાર કરોડ રૂપિયાની ધિરાણ બાંહેધરીયોજનાનો સમાવેશ થાય છે. આરોગ્ય ક્ષેત્રે આઠ મહાનગરો સિવાય દેશના અન્ય વિસ્તારોમાંમાળખાકીય સુવિધાઓનું વિસ્તરણ તથા નવી સુવિધાઓ ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.

અન્ય જોગવાઈઓમાં સુક્ષ્મ નાણાં સંસ્થાઓદ્વારા 25 લાખ લોકોને ધિરાણ, પ્રવાસન ક્ષેત્રને શરતોના આધારે આર્થિક સહાય, આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની મુદ્દત 31 માર્ચ – 2022 સુધી વધારવા, વીજ ક્ષેત્રે સુધારા, માળખાકીય સવલતો માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત વેપારી મહામંડળ–GCCIએ કેન્દ્ર સરકારના આ આર્થિક પ્રોત્સાહનોને આવકાર આવ્યો છે. GCCIના સચિવ પથિક પટવારીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. (AIR NEWS)

1024 Days ago