A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કેન્દ્રિય અંદાજપત્ર વર્ષ ર૦ર૦-ર૧ સત્રનો ઉત્તરાર્ધ બીજી માર્ચથી શરૂ થશે

News

કેન્દ્રિય અંદાજપત્ર વર્ષ ર૦ર૦-ર૧ ના કેન્દ્રિય અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાઓ પૂરી થયા પછી લોકસભા અને રાજયસભાની બેઠકો આગામી બીજી માર્ચ સુધી મુલત્વી રાખવામાં આવી છે.

હવે અંદાજપત્ર સત્રનો ઉત્તરાર્ધ બીજી માર્ચથી શરૂ થશે. ગઇકાલે બંને ગૃહોમાં કેન્દ્રિય અંદાજ પત્ર પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભારપુર્વક જણાવ્યું હતું કે, નાણાંકીય શિસ્ત જાળવી રાખી છે અને આ સમયગાળા દરમિયાન ફુગાવો અંકુશમાં રાખવામાં આવ્યો છે.

ખાદ્ય ચીજોનો ફુગાવો પણ સ્વીકાર્ય મર્યાદા કરતાં ઉપર વધવા દેવામાં આવ્યો નથી. સુશ્રી સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન – જીડીપી – ર૦૧૪-૧પ માં બે ટ્રિલિયન ડોલર હતુ તે ર૦૧૯-ર૦ માં વધીને બે પોઇન્ટ નવ ટ્રીલીયન ડોલર થયું છે. તેમણે જણાવ્યું હતું કે, જીએસટીની આવક પણ સતત વધી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષના છેલ્લા છ મહિના દરમિયાન માસિક એક લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગઇ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય અર્થ તંત્રમાં હકારાત્મક વિશ્વાસ જણાઇ રહયો છે અને સરકારે અર્થ તંત્રને મજબુત બનાવવા અનેક પગલા લીધા છે. (AIR NEWS)

1528 Days ago