કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષપદે દક્ષિણ ભારતના રાજ્યોના આરોગ્યમંત્રીઓની વર્ચ્યુઅલી આજે યોજાનારી બેઠકમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરાશે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત દક્ષિણ ભારતના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે. અગાઉ ઉત્તર ભારતના રાજ્યોના આરોગ્ય મંત્રીઓની યોજાયેલી બેઠકમાં શ્રી માંડવિયાએ કોવિડના પરિક્ષણો અને સારવારની પ્રક્રિયાને સઘન બનાવવાના નિર્દેશો આપ્યા હતા. (AIRNEWS)