A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ વ્યાપારી ધોરણે શણ બિયારણ વિતરણ યોજના શરૂ કરી

News

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઇકાલે વ્યાપારી ધોરણે શણ બિયારણ વિતરણ યોજના શરૂ કરીછે. ગત વર્ષે જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 2021-22ના વર્ષ માટે 1 હજાર મેટ્રિક ટનશણના પ્રમાણિત બિયારણના વ્યાપારી ધોરણે વિતરણ માટે રાષ્ટ્રીય બીજ નિગમ સાથે કરારપર હસ્તાક્ષર કર્યા હતા. દેશમાંપ્રમાણિત શણની ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા કેન્દ્ર દ્વારા કરવામાં આવેલાં કામો પરપ્રકાશ પડતાં સુશ્રી ઇરાનીએ જણાવ્યું કે સરકારે છેલ્લા 6 વર્ષમાં શણ માટે લઘુત્તમટેકાના ભાવમાં લગભગ 76 ટકાનો વધારો કર્યો છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2014-15ના 2 હજાર 400 ની સરખામણીએ 2020-21નાણાકીય વર્ષ માટે શણ માટે ટેકાના ભાવ 4 હજાર 225 રૂપિયા છે. કાપડ મંત્રીએજણાવ્યું કે, દેશના લગભગ 5લાખ ખેડુતોની આવક વધારવામાં તે મદદરૂપ બનશે. શ્રીમતીઇરાનીએ જણાવ્યું કે કૃષિ મંત્રાલય અને કાપડ મંત્રાલય બંને શણ ઉગાડતા ખેડુતોને ટેકોઆપવા માટે સહિયારી રીતે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ફરજિયાત પેકેજીંગઅંગે કેન્દ્રના નિર્ણયથી લગભગ 4 લાખ ખેડુતોને સીધો ફાયદો થશે અને 40 લાખ કૃષિઆધારિત પરિવારોને પણ લાભ મળશે. (AIR)

1155 Days ago