A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા

News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આજે લોકસભા સચિવાલય દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં મુજબ, શ્રી ગાંધીને દોષિત ઠેરવવાની તારીખ એટલે કે ગઈકાલથી લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે સુરતની ચીફ જ્યુડિશિયલ અદાલત દ્વારા શ્રી ગાંધીને દોષિત ઠેરવવાના પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. (AIR NEWS)

391 Days ago